◌ શ્રધ્ધાંજલિ ◌



  શ્રધ્ધાંજલિ  

પ્રતિજ્ઞા પિતા તણી પાળવા થયો નાખુદો;
નવચેતન નૈયા તણો.

સઠ સુકાન સંભાળ્યા નિ:શકતો ને સ:શકત કરવા સહિ;
હામ હૈયે ભરી હોળી હંકારતો તું.

પુછતો હર પલ વિચારતો વિકલાંગ વ્યથા ઘણી;
નવચેતન નો તું મહારથી, વિકલાંગો નો હતો વાલી.

દિન -દુ:ખીઓ નો હમદર્દ તું, અનેક સંસ્થા તણો તું સારથી;
નવચેતન નું ચેતન ગયું, ઓજસ ગયું મુઝ તણું.

હે અર્જુન ! તુજ તેજ હિન હું પણ નથી રહયો;
તારીખ ૨૩/૧૧ ના ફોન પર વાતો વિકાસ ની ઘણી કરી.

ષષ્ટીપૂર્તિ સાથે કરવા આપી કોલ અંતિમ સમય કહેવા પણ તું ના રહયો;
હે અર્જુન ! તુજ તેજ હિન હું પણ નથી રહયો.

શ્રધ્ધાસુમન સમર્પિત સાદર;
ઓ ભાઇ ! તને અંતરયાદ રહી હરદિન તુજ તેજ હિન અર્જુન ! હું પણ નથી રહયો.

Popular posts from this blog

10/11/2022: Get to gather of Shri Navchetan Andhajan Mandal.

25/02/2023: Farewell & Best Wishes Program of Std. 12th & 10th Students

⩥ 28/02/2023: Celebration of National science day